Personal Thoughts & Poems

  • વાંચન વૈભવ

     

    ➤ વાંચન : અદભૂત લાગણીઓ નો સ્ત્રોત

     

    ➤ વાંચન : અમાપ ઉર્જાનો સ્ત્રોત

     

    ➤ વાંચન : વિકાસ પ્રક્રિયાનું દ્વાર

     

    ➤ વાંચન : જ્ઞાનનો ખજાનો

     

    ➤ વાંચન : પરિવર્તનના પવનની પાંખ

     

    ➤વાંચન : સાચો મિત્ર

     

    ➤વાંચન : સાચુકલો માર્ગદર્શક

     

    ➤વાંચન : નિર્ણય શક્તિનો નિતાર

     

    ➤વાંચન : જીવન ઘડતરનું ટાંકણું

     

    ➤વાંચન : કારકિર્દી માટે ઉડવાનું આકાશ

     

    ➤વાંચન : સામાજિક સમરસતાનું મેળવણ

     

    ➤વાંચન : રાજકિય  ગતિવિધિના નું માપદંડ

     

    ➤વાંચન : આર્થિક ઉપાર્જનની ચાવી

     

    ➤વાંચન : આઈડિયા સર્જનનું સરોવર

     

    ➤વાંચન : માહિતિ જાણકારીનો દરિયો

     

    ➤વાંચન : માણસથી ઈશ્વર તરફની ગતિનું પ્રેરકબળ ( રસ્તો )

     

    ➤વાંચન : વિચાર પ્રકિયાની માતા

  • હું ખોવાયો છું

     

    મને કેમ લાગે છે કે હું ખોવાયો છું ?

    છોડીને નિર્દોષ, નિર્લેપ દોસ્તીની સાંકળ,

    મોટાઈના જાંજવા પાછળ પટકાયો છું !

     

    મને કેમ લાગે છે કે હું ખોવાયો છું ?

    છોડી પરિવાર સ્નેહીજનોની  ઉષ્માભરી હૂંફ,

    પ્રતિષ્ઠિત સમારંભોમાં ગુલદસ્તા તળે દટાયો છું !

     

    મને કેમ લાગે છે કે હું ખોવાયો છું ?

    અવગણીને અંતરના અવાજનો અણસાર,

    દુન્યવી વ્યર્થ વ્યજનોમાં લપેટાયો છું !

     

     

     

    મને કેમ લાગે છે કે હું ખોવાયો છું ?

    થયું લાવને કરું મારામાં ઈશનો સાક્ષાત્કાર,

    કાશ થઈ શકે તેનાથી અહમ નો ઉધ્ધાર,

     

    મને લાગે છે કે હું મરાઠી મલકાયો છું !

    છોડીને પેન, પુષ્તક ને નો સંગાથ,

    વિશાળ ઓફિસને મિલકતો પાછળ પટકાયો છું !

     

                                                     -  રમેશ વઘાસિયા

     

    -----------------------------------------------------------------------------------------------

     

    લઈને આવ્યો છું.

     

    સમયના ભાવ પાંખે કલ્પનાની લઈને આવ્યો છું.

     

    સુનો રોટેરીયન , કહાણી રોટરીની લઈને આવ્યો છું.

     

    થાય તામને  કે લાગે છે કેમ બધું સૂકું સૂકું,

     

    પણ ના, સુરતના સ્વાદ સાથે સ્નેહનો રૂમાલ લઈને આવ્યો છું.

     

    નથી આદત મિત્રો કયારેય પીવાની મને, એટલે

     

    પાણીની બોટલ મહી જામ લઈને આવ્યો છું.

     

    હોય અભિપ્રાય, પસંદગી ને માટે જુદા દરેકના,

     

    છતાં, રોટરીની અતૂટ એકતાની આશ લઈને આવ્યો છું.

     

    હરો, ફરો, કરો મોજ - મજા ને મસ્તી સૌ “રમેશ”,

     

    સૌ માટે આ સેવા વિકાસની પરબ લઈને આવ્યો છું.

     

                                                     -  રમેશ વઘાસિયા