
President, Samvedna Charitable Trust
આપણા સમાજમાં અનેક રત્નો છે અને એથી જ ટૂંક સમય માં આપણા સમાજ અને એના થકી શહેરનો વિકાસ છે. એ આવકારણીય પણ શ્રી રમેશ વઘાસિયા એ રત્ન નહીં રત્નની ખાણ છે. છેલ્લા 12 વર્ષના મારા પરિચય માં મે જે અનુભવ્યું છે. એથી રમેશભાઈ એવું વ્યક્તિત્વ છે કે જે માણસો ના કોઈપણ માણસમાં કેટલી શક્યતાઓ છે તે ખુબ જ બારીકાઈથી તેઓ ઓળખી લે છે અને તમામ રીતે આગળ આવી એક ઊંચાઈ સુધી પહોંચાડવામાં તેઓ લાગી જાય છે. ટૂંકમાં સાધારણ વ્યક્તિને તેઓ કંડારીને અસાધારણ વ્યક્તિત્વ બનાવી શકે છે.એમના વિશે લખીએ તો પૂરું જ નહિ થાય પણ ટૂંક માં શ્રી રમેશભાઈ માટે એવું કહી શકાય કે જે પથ્થરમાંથી મૂર્તિ કંડારી શકે , માટીના પીંડ ને આકાર આપી શકે અને લોકો ની અદૃશ્ય ક્ષતિ બહાર લાવી શકે. ખરા અર્થ માં રત્ન ની ખાણ છે.