Testimonial


Dhirubhai Vaghasia
Past President, Shree Vaghasia Parivar Surat
શ્રી રમેશ વઘાસિયા મારા પરમ મિત્ર અને ભાઈ પણ છે. લગભગ 22 વર્ષ નો સંપર્ક છે. આટલા સમય ના સંપર્ક થી મેં જે અનુભવ્યું છે તે રમેશભાઈ વિષે કહેવાનું થાય તો આટલું જરૂર કહેવું પડે... પહેલું તો તે ખુબ જ સારા વિચારક છે. ઘણું જ આગળ સુધીનું દિર્ઘદૃષ્ટિ થી વિચારી શકે છે. તેનો અમલ પણ પોતે કરે છે અને બીજાને પણ પ્રેરણા મળે તેવું આયોજન કરે છે. બીજું કે રમેશભાઈ ખુબ જ સારા વક્તા પણ છે. કાર્યક્રમો દ્વારા જયારે તેમને બોલવાનું થાય ત્યારે ખુબ જ સારી વાતો યોગ્ય રીતે કરીને સાંભળનાર ને તરત જ સમજાય એવું અદભુત અને સુંદર રીતે મનને સ્પર્શી જાય તેવું કૌશલ્ય તેમની વાણીમાં છે. ત્રીજું કે દરેક કામના આયોજનની ખુબ જ ચોકસાઈ અને ખંત થી ખુબ દૂર સુધી વિચારીને કામ કરવાની પદ્ધતિ દરેક માણસ ને ગમી જાય અને સરળતા થી કામ પાર પાડી શકે તેવી આગવી સુઝ પણ તેનામાં છે. મારા પરિચય કાળમાં મેં તેમને સમાજ માટે ઘણું જ સારું કામ કરતા જોયા છે. તેમજ શૈક્ષણિક ક્ષેત્ર માં વિદ્યાર્થી થી કરિયર સ્કીલ ડેવેલોપ કરવામાં ખુબ જ સારું કામ સમગ્ર શહેર અને રાજ્ય માં અવિરત પણે કરતા આવે છે. ચોથું ધંધાકીય ઇન્ડસ્ટ્રીઝ બિઝનેસ માં ખુબ જ સારી સમજ સૂઝ ધરાવે છે. ધંધા માટે જરૂરી વ્યવહાર માં પડતી મુશ્કેલી માંથી સરળ રસ્તો કાઢી શું કરી શકાય તે ચોક્કસ પણે માર્ગદર્શક બને છે તેના માટે જેમ કે તેમનો જ સર્વિસીસ નો બિઝનેસ ખુબ જ ઓછા સમયની અંદર સુરત શહેર માં નામાંકિત આર.વઘાસિયા ગ્રુપ તરીકે ઉતરી આવેલ છે. તેમજ કોઈ પણ પ્રકારની કુદરતી આફતો માં લોકો ને કેમ ઉપયોગી થઈ શકાય એવા પ્રયાસ રૂપે સીધા જ લોકો ની વચ્ચે જઈને પડતી મુશ્કેલી સમજવાનો અભિગમ ધરાવે છે. હમણાં જ 2 વર્ષ પહેલા સૌરાષ્ટ્ર ના પૂર સંકટ માં સ્થળ પર જઈને પરિસ્થિતિ નો અભ્યાસ કરીને આ સમસ્યા નો કેવી રીતે સામનો કરી શકાય તે અંગે ના શ્રેષ્ઠી ઓને ભેગા કરીને સાથે લઈને લોકોને સંકટ મા શું મદદ થઇ શકે તેવું વિચાર કરવામાં આવેલ સાથે સાથે રાજ્ય સરકાર ને પણ સૂચન રજૂઆત કરેલ જેટલું વધારા માં વધારે ઝડપ થી ભોગ બનનાર લોકો ને મદદ મળી રહે એવો પ્રયાસ નિઃસંકોચ પણે કરેલો હતો. પાંચમું, દરેક કાર્ય નિષ્ઠાપૂર્વક પ્રામાણિકતા થી કરવું તેમાં શું નવું ઉમેરી શકાય તે માટે રોજ બરોજ ખુબ જ મનન વાચન કરીને રોજિંદા કામમાં આવતી અડચણો ને કેવી રીતે દૂર કરી શકાય તેનો નિચોડ કાઢીને મિત્રો સાથે શેર કરવાનું સારા માં સારું ભગીરથ કાર્ય તેઓ કરી રહ્યા છે. આજ ના સમય માં વધારે અઘરું કામ માર્ગદર્શક બનવાનું છે કારણ જે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તેનો જવાબ આપતા પેહલા પોતે જ અભ્યાસુ હોવું જરૂરી છે. દરેક વિષયની સમજ ચોક્કસપણે હોય તો જ સાચો જવાબ અને માર્ગદર્શન આપી શકાય છે. એટલે પોતે પણ વારંવાર અપગ્રેડ થવું પડે છે ત્યારે સફળતાપૂર્વક જવાબ આપી શકાય છે. સહકાર ક્ષેત્ર માં પણ સારું એવું કામ અર્બન ક્રેડિટ સોસાયટી બનાવીને નાના માણસ ને કેવી રીતે ઉપયોગી થઇ શકાય તે પણ તેવું ઘણું જ કામ રમેશભાઈ વઘાસિયા દ્વારા કરવામાં આવે છે. બાકી તો તેમના વિશે જેટલું લખવું હોય એટલું લખી શકાય પણ હું તો સામાન્ય સમાજ ધરાવું છું તેમજ મારી પાસે બહુ મોટું શબ્દ ભંડોળ પણ નથી.